1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. BJP membership campaign in Gujarat

ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન, CM ભૂપેન્દ્ર પટેલને પ્રથમ પ્રાથમિક સભ્ય બનાવ્યા

BJP candidates
BJP candidates
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. 
 
નરેન્દ્રભાઈ 16 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત આજે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, સંગઠનની તાકાતને નબળી ગણ્યા વિના પૂરી તાકાત સાથે આ ટાર્ગેટને પુરો કરવાનો પ્રયાસ કરજો. લોકસભાની ચૂંટણી બાદ સંગઠનમાં નિરાશા જોવા મળી છે અને ગુજરાતમાં એક સીટ ઓછી આવી છે તેની જવાબદારી મેં લીધી છે.લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પ્રથમ વખત 16 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. 
BJP candidates
BJP candidates
તેમણે વધુમાં કહ્યું હતું કે, GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એક લાખથી વધુ કાર્યકરોએ એકઠા થઈને વડાપ્રધાનનું અભિવાદન કરવાનું છે.ઘણી પાર્ટીઓમાં આજીવન સદસ્યતા મળી જતી હોય છે પણ ભાજપમાં 6 વર્ષે સદસ્યતા પુરી થાય છે. દિલ્હીમાં ગઈકાલે વડાપ્રધાનને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે. તાલુકા, જિલ્લા પંચાયત, શહેર સહીતના તમામ મેમ્બરોને 2 કરોડ સદસ્યો બનાવવાના છે. સંગઠિત થઇને પડકાર ઝીલવાનો છે જે પડકાર નથી આપણે નક્કી કરેલો લક્ષ્ય છે. સંગઠન મજબૂત હશે તો જ ઈલેકશન જીતી શકાશે. 74 લાખ પેજ સમિતીના સદસ્ય તો કાયમી જ છે પણ પ્રાથમિક સદસ્ય એટલે 18 વર્ષથી ઉપર કોઇ પણ બની શકે છે. 66 લાખ જેટલી બહેનો આપણી સદસ્યતા સાથે જોડાયેલી છે.
ये भी पढ़ें
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કોંગ્રેસની બેઠકમાં જણાવ્યું કે કેટલી સીટો આપવામાં આવશે.