સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2016 (11:49 IST)

નોટબંધી પર લોકોની મહોર, સૌરાષ્ટ્રની પેટાચૂંટણીમાં કેસરિયો લહેરાયો, ભાજપને મળી બહુમતી

સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની પેટા ચૂંટણી યોજાયા બાદ આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવતા ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપને નોટબંધી સફળ અસર થઈ છે તેવુ પરિણામ આવ્યુ છે અને નોટબંધીના નિર્ણય બાદ યોજાયેલી ચૂંટણીમાં ઓખા,વિસાવદર, કાલાવડ,ઉપલેટા પાલિકાની પેટાચૂંટણીમા એક-એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થતા ભગવો લહેરાયો છે. જ્યારે ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપાનો ભવ્ય વિજય થયો છે. 13 બેઠકોની મત ગણતરીના અંતે 12  બેઠકો પર ભાજપે વિજય મેળવતા તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન આવી ગયુ છે અને ભાજપને બહુમતી મળી છે.
          
ગુજરાતમાં બે નગરપાલિકાઓ વાપી અને સૂરત, ગોંડલ તાલુકા પંચાયતની બેઠકો, તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની પેટાચૂંટણી સહિત 137 બેઠકોની આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ બેઠકો માટે એક દિવસ અગાઉ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં હાલ નોટબંધીની ઈફેક્ટ ઘણી બાબતો પર જોવા મળી રહી છે તેવા સમયે નોટબંધી વચ્ચે ગુજરાતમાં પ્રથમ જનાદેશ જાહેર થશે.
 
નગરપાલિકાની કુલ 93 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 37, જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે મતદાન થયું હતું. પેટા ચૂંટણી બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, મહેસાણા, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓ તથા છોટાઉદેપુર, બાવળા, કાલાવડ, વિસાવદર, પ્રાંતીજ, ઉપલેટા વગેરે વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી.