બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (10:11 IST)

દુષ્કર્મના વિરોધમાં અમદાવાદમાં કેન્ડલ માર્ચ, ગુનેગારને, આરોપીને ફાંસીની સજા તેવી માગ

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર થયેલ દુષ્કર્મના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કાઢી કેન્ડલ માર્ચ ગુનેગારને કડક સજા થાય તેવી માગહિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં આવેલ એક ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે ૧૪ માસની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની શરમજનક અને ધૃણાસ્પદ ઘટનાના પગલે પંથકમાં રોષની સાથે ફિટકારની લાગણી વ્યાપી છે ત્યારે સોમવારે હિંમતનગર બંધના એલાનને જબરદસ્ત આવકાર આપી બજારોએ બંધ પાળી દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી છે. 
 
માસૂમ સાથે બનેલી આ ઘટનાને સમાજે વખોડી કાઢી છે. તેની લાગણી સાથે આરોપીને ઝડપી સજા મળશે તેમજ કેન્દ્ર સરકારે તેના માટે તાજેતરમાં જ કાયદો બનાવ્યો છે. માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા મળવી જોઇએ.