શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2023 (15:13 IST)

ધોરણ 12 સંસ્કૃતનું પેપર ફરીથી 29 માર્ચે લેવાશે, 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હતા

board exam
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12ની પરીક્ષામાં સંસ્કૃતના પેપરમાં જૂના કોર્સમાંથી પ્રશ્નો પૂછાયા હતા. હવે આ પેપર ફરીવાર લેવામાં આવશે. આ પેપર આગામી 29મી તારીખે લેવાશે તેમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 12ની પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષમાં ગત 20મી તારીખે સંસ્કૃત વિષયના પેપરમાં 90 ટકા જેટલા પ્રશ્નો જુના કોર્સમાંથી પૂછવામાં આવ્યા હતા. કોર્સ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે વાલીઓ દ્વારા આ પેપર ફરીથી લેવા બોર્ડ મેમ્બરોને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર આગામી 29મી તારીખે લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 12નું સંસ્કૃત વિષયનું પેપર 29મી માર્ચે લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આ પેપર 20મી માર્ચના રોજ લેવામાં આવ્યુ હતું જેમાં મોટા ભાગના પ્રશ્નો જુના કોર્સમાંથી પુછાયા હતા જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ પેપરમાં જૂના કોર્સમાંથી પ્રશ્નો પૂછાયા અંગેની રજૂઆત વાલીઓએ કરી હતી અને રોષ પણ જોવા મળ્યો હતો. બોર્ડ દ્વારા આ પેપરની ફરી ચકાસણી કરી હતી જેમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ માટે બોર્ડે આ પેપર ફરીવાર લેવાનો નિર્ણય કર્યો છે. હવે આ પેપર 29મી માર્ચે લેવામાં આવશે. આ વર્ષે સંસ્કૃતમાં 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.