ગુજરાતમાં ઠંડી તોડ્યા બધા રેકોર્ડ, આગામી દિવસો જોર વધશે, જાણો તમારા શહેરનું તાપમાન
ગુજરાતમાં ડિસેમ્બર મહિનાથી જ ઠંડીની શરૂઆત થઈ જાય છે. પણ આ વખતે ઠંડી મોડી આવી. ગુજરાતમાં સોમવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે, જ્યારે વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા. પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે.
જો સમગ્ર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં શિયાળાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રવિવારે ઠંડીએ નાતાલના દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેના કારણે સોમવારે ગુજરાતમાં પણ ઠંડીનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ગુલાબી ઠંડી શરૂ થઈ છે.
તો બીજી તરફ રાજસ્થાનના ચુરુમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે પણ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર શીત લહેર જારી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડી પડતાની સાથે જ લોકો ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે. કેટલાક લોકો ઠંડીની મજા માણી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા વિસ્તારમાં અનુભવાઈ હતી. જ્યાં રવિવારે તાપમાનનો પારો 4.2 ડિગ્રી સુધી ગગડ્યો હતો. જેના કારણે લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા. ઠંડી શરૂ થતાં જ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત માટે આગામી બે દિવસની આગાહી કરતાં રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કચ્છના નલિયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડવાની સંભાવના છે.
સોમવારે ડીસામાં મહત્તમ 26.1, લઘુત્તમ 12.2, ભુજ 28.2 અને 10.8, નલિયા 26.6 અને 4.2, ગાંધીનગર 26.0 અને 11.2, અમદાવાદ 25.8 અને 12.6, વડોદરા 27.4 અને 11.4, સુરતમાં 27.4 અને 11.4, સુરતમાં 25.6 અને 16.53, સુરત અને 53.40, વલસાડ અને 16.340, વલસાડ અને 11.4.53. અને રાજકોટમાં 14.0, દ્વારકા 26.3 અને 15.2, ઓખા 24.2 અને 19.5 અને મહત્તમ 27.8 અને લઘુત્તમ 10.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. જ્યારે ડિસેમ્બરના અંતમાં પારો ગગડીને માઇનસમાં પહોંચ્યો હતો. અહીં તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું.