ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 જુલાઈ 2022 (08:22 IST)

weather News- ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાંય તારીખ 8 અને 9 જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
 
 અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 187 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો.
 
દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મંગળવારે સાંજના સમયે અમદાવાદના વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.અનેક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં વરસતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
 
.રાત્રિના નવ  સુધીમાં શહેરના ચકુડીયા ઉપરાંત ઓઢવ, વિરાટનગર, પાલડી,ઉસ્માનપુરા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી પડયા હતા.કોતરપુર વિસ્તારમાં રાત્રિના નવ સુધીમાં ૫.૫૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરમાં સવારના છથી રાત્રિના નવ સુધીમાં સરેરાશ 0.74 મિલીમીટર વરસાદ. 

વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. એ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.