સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (21:07 IST)

રાજ્યમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો, રાજ્યના 31 જિલ્લામાં 100થી ઓછા કેસ

રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે કોરોનાના નવા 2275 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 8,172 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,78,289 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 97.34 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,66,610 રસીના ડોઝ અપાયા હતા. 
 
જાણો કેટલા થયા મોત
હાલ કુલ 21437 એક્ટિવ કેસ છે. જે પૈકી 143 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 21294 સ્ટેબલ છે. બીજી તરફ 11,78289 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,761 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 21 નાગરિકોનાં મોત થયા છે. 
 
જાણો કોરોનાના કેસની સ્થિતિ
આજના ગુજરાતમાં કોરોનાના નવા 2275 કેસની વાત કરીએ તો, 21 દર્દીના મોત થયા છે, જ્યારે કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 700, અમદાવાદ 17, વડોદરા કોર્પોરેશનમાં 292, વડોદરા 99, ગાંધીનગર કોપોરેશનમાં 91 કેસ, ગાંધીનગરમાં 52, સુરત કોર્પોરેશનમાં 72, સુરતમાં 78, રાજકોટ કોર્પોરેશનમાં 84, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશનમાં 26 કેસ, ભાવનગર 5, મહેસાણામાં 96, બનાસકાંઠામાં 90, પાટણમાં 52 કેસ, તાપીમાં 47, સાબરકાંઠામાં 45, આણંદમાં 42 કેસ, કચ્છમાં 31, ખેડામાં 28, ભરૂચમાં 26 કેસ, નવસારી - પંચમહાલમાં 24 - 24 કેસ, અમરેલીમાં 23, અરવલ્લીમાં 21, જામનગર કોર્પોરેશનમાં 20 કેસ, જામનગર 12,  દાહોદમાં 19, મોરબીમાં 17, છોટાઉદેપુરમાં 15 કેસ, દ્વારકામાં 14, મહિસાગરમાં 13, સુરેન્દ્રનગરમાં 11 કેસ, ડાંગમાં 9, વલસાડમાં 8, ગીરસોમનાથ - નર્મદા 7 - 7 કેસ અને બોટાદમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે.
 
રસીકરણની સ્થિતિ
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19 ને પ્રથમ અને 31 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2881 ને પ્રથમ અને 13033 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13116 ને પ્રથમ અને 37544 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 11,564 ને પ્રથમ અને 55,906 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 32,516 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 1,66,610 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,05,10,421 રસીના ડોઝ અપાયા હતા.