1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (21:40 IST)

કોરોના પર કંટ્રોલ: 24 કલાકમાં નોંધાયા 1333 કેસ, 18ના મોત, રિકવરી રેટ 95.55 ટકા

દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1333 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 4098 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,75,958 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 95.55 ટકાએ પહોંચ્યો હતો. 
 
જો રસીકરણની વાત કરીએ તો 3509 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ અને 4145 વર્કર્સને રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના કુલ 38,944 લોકોને પ્રથમ અને 20874 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18થી 45 વર્ષ સુધીનાં કુલ 1,05,429 લોકોને રસી અપાઇ ચુકી છે. 
 
જો રાજ્યનાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 26,232 કેસ નોંધાયા છે. જે પૈકી 452 લોકો વેન્ટિલેટર પર છે. 25,780 લોકો સ્ટેબલ છે. 7,75,958 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 9873 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1, અને રાજકોટ 1 દર્દીનું મોત થયા છે.
 
આ ઉપરાંત વડોદરા 1, સુરત 1, ભરૂચ 1, સાબરકાંઠા 1, ખેડા 1, આણંદ 1, ભાવનગર 1, મહિસાગર 1, અમદાવાદ 1, ગાંધીનગર 1, અને પાટણમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 18  દર્દીઓના મોત થયા છે.