રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (10:10 IST)

કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો, એક દિવસમાં 2764 લોકોએ ગુમાવ્યો જીવ, નવા 3.20 લાખ કેસ

કોરોના વાયરસની બીજી લહેર ભારત પર કહેર બનેની તૂટી રહી છે. ગત સપ્તાહથી ભારતમાં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે. રવિવારે સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા જો કે સોમવારે કોરોનાના નવા કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો. વર્લ્ડોમીટર મુજબ સોમવારે દેશમાં કોરોના વાયરસના 3 લાખ 20 હજાર 435 નવા કેસ આવ્યા છે.  આ દરમિયાન કોરોનાથી 2764 લોકો મૃત્યુ પામ્યા. ભારતમાં હવે કોરોનાથી કુલ મોતોની કુલ સંખ્યા 1 લાખ 97 હજાર 880 પર પહોંચી ગઈ છે.  બીજી બાજ દેશમાં હાલ કોરોના વાયરસના 28 લાખ 82 હજાર 513 એક્ટિવ કેસ છે.
 
ભારતમાં નવા કેસોમાં ઘટાડો મહારાષ્ટ્રને કારણે પણ થયો છે, જ્યાં સોમવારે કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો આવ્યો. એકબાજુ જ્યા રાજ્યમાં દરરોજ 60 હજારથી વધુ નવા કેસ આવતા હતા, તો સોમવારે 48 હજાર 700 નવા કેસ આવ્યા છે. રવિવારના રોજ મૃત્યુ આંક 800 ને વટાવી ગયા બાદ એક દિવસ પછી જ મરનારાઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ મુંબઈમાં પણ છેલ્લા એક દિવસમાં ફક્ત 3,876 નવા કેસ નોંધાયા છે.
 
દિલ્હીમાં કોરોનાનુ તાંડવ યથાવત 
 
એક બાજુ જ્યા મહારાષ્ટ્રમાં થોડી રાહત મળી છે તો બીજી બાજુ દિલ્હીમાં કોરોનાનુ તાંડવ કાયમ છે.  રાજધાનીમાં સોમવારે કોરોનાએ બધા રેકોર્ડ તોડ્યા અને કોરોનાથી રેકોર્ડ  380 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ એક દિવસમાં મૃત્યુનો સૌથી મોટો રેકોર્ડ છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 20201 નવા કેસ નોંધાયા હતા.
 
સાજા થવાનો દર ઘટીને 82.6 ટકા થયો 
 
કોરોનાથી સાજા થનારા લોકોનો દર ઘટીને 82.6 ટકા થયો છે. આંકડા મુજબ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,42,96,640 થઈ છે જ્યારે મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.