ગાંધીનગર કેપિટલ-ઇન્દૌર, ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઘટાડ્યા - List of trains running during lockdown | Webdunia Gujarati
રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (09:51 IST)

ગાંધીનગર કેપિટલ-ઇન્દૌર, ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઘટાડ્યા

પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર - ઇન્દૌર, ભાવનગર - બાંદ્રા અને વેરાવળ - બાંદ્રા ટ્રેનોમાં મુસાફરોની અછતને જોતા આ ટ્રેનોના પરિચાલન દિવસો માં ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છેઃ
 
ટ્રેન નંબર 09231 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો સ્પેશિયલ જે પ્રતિદિન ચાલે છે, તારીખ 27 એપ્રિલ થી 14 મે, 2021 સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09232 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશિયલ તારીખ 28 એપ્રિલ થી 15 મે, 2021 સુધી રદ રહેશે.
 
ટ્રેન નંબર 02972 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 28 એપ્રિલ થી 14 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર સોમવાર, બુધવાર અને શુક્રવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ભાવનગર થી ચાલશે. ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ તારીખ 01 મે થી 17 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) બાંદ્રા ટર્મિનસ થી ચાલશે.
 
ટ્રેન નંબર 09218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 30 એપ્રિલ થી 16 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર બુધવાર, શુક્રવાર અને રવિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) વેરાવળ થી ચાલશે. ટ્રેન નંબર 09217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ તારીખ 29 એપ્રિલ થી 15 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) બાંદ્રા ટર્મિનસ થી ચાલશે.
 
ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ - ઇન્દૌર સ્પેશિયલ તારીખ 29 એપ્રિલ થી 15 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ગાંધીનગર કેપિટલ થી ચાલશે. ટ્રેન નંબર 09310 ઇન્દૌર - ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ તારીખ 28 એપ્રિલ થી 14 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર સોમવાર, બુધવાર અને શુક્રવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ઇન્દૌર કેપિટલ થી ચાલશે.
 
મુસાફરો ટ્રેનોની રચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાન વિશે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.