22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ

Last Modified શનિવાર, 17 એપ્રિલ 2021 (12:31 IST)
રેલ પ્રશાસન દ્વારા 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સ્પેશિયલ અને 21 અને 28 એપ્રિલ 2021 ના રોજ નાગપુર થી ચાલતી ટ્રેન નંબર 01137 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ મુસાફરોની અછતને કારણે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેનના રેકનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ માટે સ્પેશિયલ ચલાવવામાં લેવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ ના ગાંધીનગર કેપિટલ-આદરજ મોતી રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 12 (કિ.મી.19 / 9-10) તા. 17 એપ્રિલ ને સવારે 8:00 વાગ્યે થી 19 એપ્રિલ 2021ના રાત્રે 20:00 વાગ્યે (કુલ 3 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.

માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતે રેલ્વે ક્રોસિંગ નંબર 20 અને ગાંધીનગર કેપિટોલ-આદરજ મોતી ખંડ પર સ્થિત ક્રોસિંગ નંબર 11 નો ઉપયોગ કરી શકે છે.


આ પણ વાંચો :