બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (19:39 IST)

અમેરિકન એમ્બસીએ અમદાવાદ એરપોર્ટની કામગીરી વખાણી

વ્હાઇટ હાઉસે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટર પર અન ફોલો કરતા વિવાદ સર્જાયો હતો. હવે આ વિવાદ વચ્ચે અમેરિકન એમ્બેસીએ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલલ એરપોર્ટના ડિરેક્ટરનો  આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. જેમાં ફેબ્રુઆરીમાં અમદાવાદમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ વખતે એરપોર્ટ ડિરેકટરની કામગીરીની પ્રશંસા કરવાની સાથે તેમની આ કામગીરીથી ભારત અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બનશે તેવો અમેરિકન એમ્બસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે એરફોર્સ વન ફલાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તે ફલાઇટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવવાની કામગીરીનું સંચાલન એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગલે કર્યું હતું. આ કામગીરીથી પ્રભાવિત થયેલી અમેરિકન એમ્બેસીના ઓફીસરે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે. એરફોર્સ વનને ઉતરાણમાં કોઇપણ અડચણ ઊભી ના થાય તે પ્રકારે સમગ્ર કામગીરીનું શ્રેષ્ઠ સંચાલન કરવામાં તમે તથા તમારી ટીમે સુંદર કામગીરી કરી હોવાનો ઉલ્લેખ કરીને આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, તમે મિશનની જરૂરિયાત કરતાં પણ વધારે સુંદર ફરજ અદા કરી હતી. તમારા નેતૂત્વમાં તમારી ટીમે સારી કામગીરી બજાવે તે પ્રત્યે તમે ખૂબ જ ધ્યાન આપ્યું છે. જેનાથી આ મુલાકાત વિના અડચણે સરળતાથી પૂર્ણ થઇ છે. તમારા કાર્યક્ષેત્રમાં ન હોય તેવા પ્રશ્નો પણ તમે સૂઝબૂઝથી ઉકેલીને તમામ પડકારોને સારી રીતે પાર પાડયા હતા. યુ.એસ. એમ્બેસી તરફથી તેમના ડીફેન્સ એટેચ મીનીસ્ટર વ્યક્તિગત રીતે ફરીવાર આભાર માને છે. તમે આપેલા યોગદાનથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવ્યા છે.