ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2020 (12:17 IST)

અમદાવાદ: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ

શહેરમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમિતો વચ્ચે એક કોરોના પોઝિટિવ મહિલાએ મંગળવારે બાળકને જન્મ આપ્યો હતો. સીઝેરિયન દ્વારા પ્રસૃતિ કરાવવામાં આવી હતી. દેશમાં સાતમી અને ગુજરાતમાં આ પ્રકારની સાતમી ઘટના કહેવામાં આવી રહી છે. મનપા કમિશ્નર વિજય નહેરાના અનુસાર ગુજરાતમાં આ પહેલી ઘટના છે. જેમાં મહિલા કોરોના પોઝિટિવ થયા બાદ તેને સીઝેરિયન બાળકને જન્મ આપ્યો છે. દેશમાં અત્યાર સુધી સાત મહિલાઓએ સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો છે. 
 
એસવીપી હોસ્પિટલના એક ડોક્ટરના અનુસાર કોરોના પોઝિટિવ મહિલાની પ્રસૂતિ કરાવવી પડકારજનક હતી. આખરે સિઝેરિયન દ્વારા પ્રસૃતિ કરાવવામાં આવી હતી. બાળક સ્વસ્થ્ય છે. 
 
એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બેડની ક્ષમતા એક હજાર કરી દેવામાં આવી છે. જેથી વધુમાં વધુ લોકોને અહીં સારવાર મળી શકે. અત્યાર સુધી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવા માટે પાંચ સો બેડ ઉપલબ્ધ હતા. મનપા કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે તેને ઓછા સમયમાં હોસ્પિટલમાં ક્ષમતા વધારીને બમણી કરવી મુશ્કેલ કામ છે. તેના માટે ખૂબ પરિશ્રમ અને લગનની જરૂર છે, પરંતુ તેમને આશા છે કે એસવીપી હોસ્પિટલ મેનેજમેન્ટ ખરું ઉતરશે.