રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (09:31 IST)

કોર્ટે પ્રેમી યુગલને ફટકારી મોતની સજા, સગી માતાએ જ કરી હતી સગીર દીકરીની હત્યા

આજના જમાનામાં પતિ-પત્ની ઔર વો ની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક આ આડાસંબંધો એટલા ઘાતક બની જાય છે કે પોતાનાઓનો જીવ લેતા ખચકાતા નથી. આવો જ ખૂની ખેલ 2018માં સુરેન્દ્રનગરના પાટડીના ઘામા ગામમાં ખેલાયો હતો. પોતાના આડાસંબંધો વિશે સગીર દિકરીને ખબર પડતાં માતાએ જ પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ દર્દનાક ઘટના સર્જાઇ હતી. ઘટનાની વાત કરીએ તો 40 વર્ષીય મહિલા કંકુબેન ખોડાભાઈ ઠાકોરે પોતાના પ્રેમીએ 36 વર્ષીય ઉમંગ લલિત ઠક્કર સાથે મળીને 17 વર્ષીય સોનલ ઠાકોરની હત્યા કરી હતી.
 
છોકરીને બહાર કોઇ બહાને મોક્લીને મહિલા પ્રેમીને ઘરમાં બોલાવી હવસનો ખેલ ખેલતા હતા. આ સમયે અચાનક દીકરી ઘેર આવી ચડી ત્યારે બંને કઢંગી હાલતમાં જોઈ ગઈ અને પિતાને વાત કહી દઈશ તેમ કહ્યું હતું. માતાને પોતાના સંબંધો ઉઘાડા પડી જવાથી સમાજમાં બદનામી થવાના ડરે સગી માતાએ પોતાના પ્રેમી સામે મળીને સગી દિકરીની હત્યા કરી હતી. પ્રેમીએ છરીના સાત ઘા માર્યા અને માતાએ દીકરીને પકડી રાખી હતી. ત્યારબાદ દીકરી ઢળી પડી બાદ બને પ્રેમી બહાર જતા હતા.