શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2017 (11:40 IST)

સંગીત થેરાપી, વાંસળીના સૂરથી ઓછું દૂધ આપતી ગાય વધૂ દૂધ આપવા માંડી

સંગીત એ દરેક જીવનું મન પ્રફુલ્લિત કરે છે. ઘણીવાર જે મોટા મોટા તબીબો ન કરી તે જાદુ સંગીત કરી શકે છે તેવા અનેક પુરાવાઓ છે. જેને મેડિકલ ભાષામાં મ્યૂઝિક થેરાપી કહેવાય છે.ભરૂચ પાંજરાપોળ ખાતે પુત્રની જુગલ જોડીએ વાંસળીના સૂરો દ્વારા ગાયને સારવાર આપી હતી. ગાયો પણ વાંસળીના સૂરોમાં જાને મગ્ન બની ગઈ હતી. નડિયાદના પિતા-પુત્રની જુગલ જોડી વાંસળીના સૂરો રેલાવી ગાયોની સારવાર કરી રહી છે. નડિયાદ ખાતે રહેતા નરેશભાઈ ઠક્કર અને તેમનો પુત્ર કરણ છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાં ગાયોને વાંસળી થકી નિઃશુલ્ક સારવાર આપી સેવા કાર્ય કરી રહ્યા છે. આ જુગલ જોડી ભરૂચ પાંજરાપોળ ખાતે આવી હતી. અહીં મૂકાયેલી ગાયોને વાંસળીના સૂરો સંભળાવી તેઓની સારવાર કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયોને વાંસળીના સુર રેલાવી મગ્ન કરી દેતા હતા અને ગાય વાંસળીના અવાજથી ઝૂમી ઉઠતી હતી. ત્યારે આ પિતા પુત્રની જુગલ જોડીનું માનવું છે કે વાંસળીનો અવાજ સાંભળી જે ગાયો ઓછું દૂધ આપતી હોય અથવા તો અસ્વસ્થ હોયુ તે સાજી થઇ જાય છે. આવા અનેક કિસ્સાઓ તેમણે અનુભવ્યા છે.