ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (12:17 IST)

સાઇબર ક્રાઇમ વિશે ભારતમાં અવાજ બુલંદ કરનાર ગુજ્જુ પ્રોફેસરને મળ્યું આમંત્રણ

ઓક્ટોબર 2020 છેલ્લા અમુક વર્ષોથી મહિલાઓ સાઈબર સંબંધીત ગુન્હાઓમાં ભોગ બની રહી છે અને આ ગુન્હાઓ દીનપ્રતિદિન વધી રહયા છે. સરકાર દ્રારા આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે. તેમછતા પણ ગુનેગારો અવિરત રીતે નીરંકુશ બની અલગ અલગ પ્રકારે ગુન્હાઓ આચરી રહયા છે.  

આ પ્રકારના ગુન્હાઓ અટકવવામાં રાષ્ટ્રીય કમીશન ફોર વુમન અગ્રગણ્ય સંસ્થા તરીકે કાર્યરત છે. આ સંસ્થા દ્રારા મહિલાઓની સલામતીને સુનિશ્ચીત કરવા અંગે ચર્ચા અને પરામર્શ કરવાના'' સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન ''ના વિષય પર અને '' સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન-મહિલાઓના કાર્ય, માહિતી ટેક્નોલોજી અને અન્ય પ્રવર્તમાન કાયદાઓનું પૂરતું પરિણામ છે? સાઇબર ક્રાઇમના વિષય પર પ્રથમ રીજીયોનલ ચર્ચા અને પરામર્શનુ ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મહિલાઓ સામેના સાઈબર ગન્હાઓના અન્ય નિષ્ણાંતોની પસંદગી કરવામાં આવેલ હતું.

ડો દેબારતી હલદર ને મુખ્ય વકતા તરીકે બન્ને મીટીંગોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડો. દેબારતી હલદર એલ.એલ.બી,એલ.એલ.એમ., પી.એચ.ડી (કાયદાશાસ્ત્ર) જે હાલમાં યુનાઈટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોમો પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહયા છે. ડો દેબારતી હલદર દ્રારા મહિલાઓ સામે થતા સાઈબર ગુન્હાઓ અંગે પુસ્તક લખેલ છે.

ડો. દેબારતી હલદર સાઈબર ગુન્હાઓના ભોગ બનેલી મહિલાનો ઉત્કર્ષ માટેના સેન્ટરના સ્થાપક પણ છે.વેબસાઈટ પર સાઈબર પોર્ન તેમજ મહિલાઓની છેડતી તથા અશ્લીલ સાહિત્ય માટે માટે જે તે વેબસાઈટ જ જવાબદાર હોય છે. જે તેમણે આવી સામગ્રી હટાવવી જ જોઈએ. આ સિધ્ધાંત સાથે એન.જી.ઓ સાથ ડો. દેબારતી હલદર કાર્યરત છે.

ડો દેબારતી હલદર ર૦૧૭ માં મહિલાઓ તેમજ છોકરીઓ સાથે થતા આવા સાઈબર ગુન્હાઓ અને બદલાની ભાવના સાથે થતા પોર્ન ગુન્હાઓ વિષે ભારતમાં અવાજ બુલંદ કરનાર પ્રથમ પ્રોફેસર હતા. તેમજ તેમણે આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ રાખવા માટે મોડલો રજુ કરેલ તેમણે ભારત સરકારના મીનીસ્ટ્રી ફોર વુમન એન્ડ ચાઈલ્ડમાં પણ તેમણે મોડલો રજુ કર્યા છે.