ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (15:40 IST)

ગુજરાતના નવા પોલીસવડા કોણ બનશે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે જોરશોરથી ચાલુ થઈ ગયો છે. ત્યારે એક અન્ય ચર્ચા પણ હાલમાં વધુ ગરમ થઈ છે. ગુજરાતમાં વર્ષ 2011થી રાજ્ય સરકાર દ્વારા DGPની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવી નથી.  ભૂતપૂર્વ IPS ઓફિસર અને વકીલ રાહુલ શર્માએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં કાયમી ધોરણે DGPની નિમણૂક કરવાની રજૂઆત કરી હતી.

આ અરજીના પગલે રાજ્ય સરકાર તરફથી ઓક્ટોબર માસમાં જવાબ રજૂ કરવામાં આવ્યો જેમાં તેમણે જલ્દી જ કાયમી DGPની નિમણૂક કરવાની વાત કરી હતી. હાઈકોર્ટે આ માટે રાજ્ય સરકારને 1 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કાયમી DGP તરીકે નિમણૂક મેળવવામાં સૌથી પહેલું નામ પ્રમોદ કુમારનું છે. જોકે તેઓ ફેબ્રુઆરી-2018માં રિટાયર થવાના છે. આ જ હરોળમાં તેમની પાછળ શિવાનંદ ઝા છે. આદર્શ પરિસ્થિતિ અનુસાર શિવાનંદ ઝાની  ફેબ્રુઆરી 2018માં નિમણૂક કરવામાં આવે ત્યારબાદથી 2 વર્ષ સુધી તેઓ રાજ્યના DGP તરીકે ચાલુ રહેશે. જોકે ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ‘શિવાનંદ ઝાને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવશે.  આમ તમામ ગણિત જોતા હવે માત્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ જ આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર બચે છે. તેઓ સામાન્ય જનતા અને પોલીસ બેડામાં સારી છાપ ધરાવતા અધિકારી છે. જો રાજ્યમાં ફરીવાર BJP સરકાર આવશે તો તેઓ જરુરથી રાજ્યના કાયમી DGP તરીકેનો પદભાર સંભાળશે.