શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (14:50 IST)

મુખ્યમંત્રી, મંત્રીગણ સહિતના મહાનુભાવો મહાલ્યા, ફજરફાળકાની મજા માણી

રાજકોટના આંગણે “આનંદ ભયો”–‘અમૃત લોકમેળો’ જનતા માટે ખુલ્લો મુક્યો, મુખ્યમંત્રી, પૂર્વ રાજ્યપાલ, મંત્રીઓએ ફજર ફાળકામાં બેસી મેળાનો આનંદ માણ્યો
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને  જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે તેવા ચકડોળની સવારીની મોજ  કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે માણી હતી.
 
મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, રાઘવજી પટેલ,બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપણી વગેરેએ પણ ચકડોળ ની સવારીનો આનંદ લીધો હતો. 
 
એટલું જ નહીં, આ તમામ મહાનુભાવોએ વિશાળ ફજર ફાળકામાં બેસીને, ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ લોકમેળાનોભરપૂર આનંદ માણવા લોકોને સંદેશ આપ્યો હતો.