Narendra modi stadium- મેચ જોવા જતા પહેલાં આટલું ઠેકાણે કરી દેજો, પોલીસ આ વસ્તુઓ સ્ટેડિયમમાં નહીં લઈ જવા દે
Narendra modi stadium- અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. રંગારંગ કાર્યક્રમ સાથે યોજાનારી આ મેચમાં દર્શકો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે. બે વર્લ્ડ ચેમ્પિયન ટીમો વચ્ચે આજે ટક્કર થવાની છે. (Cricket world cup)ત્યારે સ્ટેડિયમમાં મોટી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેવાની છે.(ind vs aus) ત્યારે સ્ટેડિયમ અને શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ પણ એલર્ટ મોડ પર છે. સ્ટેડિયમમાં જતાં દરેક દર્શકોનું સ્કેનિંગ કરવામાં આવશે. તે ઉપરાંત સુરક્ષાના જવાનો તેમનું ચેકિંગ પણ કરશે.
સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે દર્શકોને પર્સ અને મોબાઈલ ફોન સિવાયની કોઈપણ જાતની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં.સ્ટેડિયમમાં પ્રવેશતાં દરેક દર્શકની પાસે રહેલી વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવશે. તેમની પાસે રહેલા પોસ્ટર્સ પણ ચેક કરવામાં આવશે. ખાલીસ્તાની જેવી પ્રવૃત્તિઓના કારણે મેચ દરમિયાન કોઈ હુલ્લડ કે અણધાર્યી ઘટના ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવશે. પોસ્ટરમાં વાંધાજનક લખાણ ન હોય તો જ પોસ્ટર સાથે પ્રવેશ આપવામાં આવશે. પોસ્ટર્સમાં આગળ પાછળનું લખાણ ચેક કરાશે પછી જ અંદર લઈ જવાની મંજુરી આપવામાં આવશે. તેમાં પણ જો પર્સમાંથી મેકઅપનો સામાન નીકળશે તો તેને ડસ્ટબિનમાં નાંખી દેવામાં આવશે. મહિલાદર્શકને સ્ટેડિયમમાં એક નાની એવી લિપસ્ટિક તો સાથે પુરુષોને કાંસકો પણ નહીં લઈ જવા દેવામાં આવે. દર્શકોને માત્ર મોબાઈલ અને નાના પર્સ સાથે જ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ મહિલા કે યુવતીના પર્સમાંથી નાની એવી લિપસ્ટિક પણ નીકળશે તો તેને ફેંકાવી દેવામાં આવશે. પાણીની બોટલ અને ખાવાની ચીજવસ્તુઓ પણ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત માવા-સિગારેટ જેવી કોઈપણ વ્યસનની ચીજવસ્તુઓ સાથે પણ દર્શક સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં.