ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ઑગસ્ટ 2018 (12:07 IST)

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા પહેલા ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ વિશે મળતી માહિતી અનુસાર, વાપીથી અમદાવાદ આવી રહ્યા ત્યારે ફ્રૂડ પ્રોઈઝન થયું હતું. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝાડા ઉલટી સહિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધી જવાના કારણે સારવાર માટે પહેલા તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેઓ શિક્ષણ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. શિક્ષણમંત્રી ચુડાસમા બી.એ. (ઈંગ્લિશ), બી.એડ. (ઈંગ્લિશ, હિન્દી) અને એલ.એલ.બી. સુધીનું શિક્ષણ મેળવ્યું છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લી છ ટર્મથી ધારાસભ્ય પદે રહ્યા છે. આ ઉપરાંત તેઓ 1981થી 1983 ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને 1984 થી 1986 સુધી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ રાજ્ય સરકારમાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સંબંધિત બાબતો, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો હવાલો સંભાળી ચૂક્યા છે. તેમને ખેતી, વાંચન અને યુવા સંબંધિત પ્રવૃતિઓમાં વિશેષ રસ છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહનો ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે વિજય થયો હતો.