સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 જૂન 2021 (16:33 IST)

ગુજરાતમાં 25 ટકા સ્કૂલ ફી ઘટાડવા શિક્ષણમંત્રીની જાહેરાત સામે સ્કૂલ સંચાલકોનો વિરોધ

કોરોનાને લીધે ગત વર્ષે આખુ વર્ષ સ્કૂલો રેગ્યુલર શરૃ ન થતા આ વર્ષે પણ હજુ  ક્યાં સુધી રેગ્યુલર સ્કૂલો ઓફલાઈનમાં મોડમા ચાલુ થશે તે નક્કી થશે ત્યારે ફી ઘટાડાની માંગ વચ્ચે સરકાર ઈચ્છે છે કે સ્કૂલો ફી ૨૫ ટકા ઘટાડો કરે અનેલ આજે શિક્ષણમંત્રીએ ફી ઘટાડા બાબતે નિવેદન પણ આપ્યુ હતું. પરંતુ જેની સામે સ્કૂલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે આજે પોતાની કોર કમિટીની બેઠક બોલાવી હતી અને જેમાં નિર્ણય કર્યો હતો કે ફી ઘટાડો નહી કરવામા આવે.મહામંડળે જણાવ્યુ છે કે શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં ૨૫ ટકા ફી ઘટાડો ચાલુ વર્ષે પણ  કરવા જણાવ્યુ પરંતુ તેની સાથે સ્કૂલો સહમત નથી. ગત વર્ષે ૨૫ ટકા ફી ઘટાડયા બાદ સ્કૂલોની આર્થિક સ્થિતિ ખોરવાઈ હતી અને ૫૦ ટકા વાલીઓ ફી ભરવામા ઉદાસીન રહ્યા હતા.જેથી જો રાજ્ય સરકાર ચાલુ વર્ષે આવી કોઈ બાબતમાં જાહેરનામુ બહાર પાડી ફી ઘટાડવા ફરજ પાડશે તો સ્કૂલ સંચાલક મંડળ કાનુની રસ્તો અપનાવતા સરકાર સામે કોર્ટમાં જશે.નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણમંત્રીએ સ્કૂલોની ફીને લઇને સ્પષ્ટતા કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમારે કાનૂની પગલા લેવા પડશે. શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી સંચાલકો નવા સત્રની પૂરી ફી ઉઘરાવે છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જુની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. નવો નિર્ણય આવનારા સમયમાં લેવાશે. ત્યાં સુધી જુની ફોર્મ્યુલા લાગુ રહેશે.