રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:16 IST)

પેટાચૂંટણી/ રાધનપુર વિધાનસભા બેઠકના મતદાન કેન્દ્ર પર EVM ખોટકાયું

ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. વહેલી સવાર થી  જ મતદાતા મતદાન કરવા માટે મતદાન મથક પર લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે રાધનપૂર બેઠક ઉપર મતદાન  કેન્દ્ર પર EVM મશીન ખોટકાયું  હોવાના અહેવાલ આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાધનપુર બેઠકના કે.બી. હાઈસ્કૂલમાં મતદારોની લાંબી કતારો  લાગી છે. મતદાન મથક 178નું ઇવીએમ ઇવીએમ મશીન ખોટકયું છે. અને લોકો બુથની બહાર લાંબી લાઈનો લગાવી ને ઊભા રહ્યા છે. આ અંગે ચૂંટણી પાંચ ને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.