Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: 10,039 બેઠકો માટે જામશે ખરાખરીનો જંગ, આજથી જાહેરનામું પ્રસિદ્ધ, 26 એપ્રિલે યોજાશે મતદાન

સોમવાર, 6 એપ્રિલ 2026 (10:59 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ જાહેરનામા સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 11 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15 એપ્રિલ સુધી નામ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 10,039 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં અનેક વિસ્તારોમાં નવા સીમાંકન બાદ પ્રથમ વખત મતદાન થશે.
 

મતદાન, પ્રચાર અને પરિણામનું સમયપત્રક

 
ચૂંટણી પંચના આયોજન મુજબ, 16 એપ્રિલથી ઉમેદવારો સત્તાવાર પ્રચાર શરૂ કરી શકશે, જે 24 એપ્રિલની સાંજ સુધી ચાલશે. રાજ્યભરમાં 26 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. ઈવીએમ (EVM) મશીનનો ઉપયોગ થવાને કારણે ગણતરી ઝડપી થશે, પરંતુ બેઠકોની સંખ્યા વિશાળ હોવાથી અંતિમ પરિણામો 28મીની મોડી રાત અથવા 29 એપ્રિલની સવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. આ 9 દિવસના ટૂંકા પ્રચાર ગાળામાં તમામ પક્ષો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવશે.
 

ચૂંટણીનું વ્યાપક કાર્યક્ષેત્ર અને ખાસિયતો

 
આ વખતની ચૂંટણીમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની તમામ 15 મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવી બનેલી 7 નગરપાલિકાઓ અને વાવ-થરાદ જેવી નવી જિલ્લા પંચાયતોમાં પણ પ્રથમવાર મતદાન થશે. કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયત સિવાયની રાજ્યની તમામ 260 તાલુકા પંચાયતોમાં જંગ જામશે. સીમાંકનમાં થયેલા ફેરફારો અને નવી બેઠકોના ઉમેરાને કારણે આ ચૂંટણી રાજ્યના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments