સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કુદરતનો કહેર: કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ
- ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે
- કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત
- ગુજરાતના મોરબીમાં આવેલા ન્યૂ પેલેસમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા
- સુરત ડાયમંડ બોર્સ: “કોઈપણને ઈર્ષ્યા થાય તેવું બિલ્ડીંગ બનાવ્યું છે” – હર્ષ સંઘવી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય; જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલમાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
વરસાદની સાથે પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાક, તો વળી અમુક જગ્યાએ પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ અસર વધુ તીવ્ર રહેવાની હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
તાપમાનની વાત કરીએ તો, આ પલટાને કારણે ગરમીથી થોડી રાહત મળશે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, આ ઠંડક લાંબો સમય નહીં ટકે; ત્રણ દિવસ પછી વાતાવરણ ફરી શુષ્ક બનશે અને તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાશે.
ખેતી અને જનજીવન પર તેની વિપરીત અસર ન પડે તે માટે હવામાન વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે અને ખુલ્લા વિસ્તારમાં રહેતા લોકોને વીજળી પડવાની શક્યતા સામે સાવધ રહેવા જણાવાયું છે. કમોસમી વરસાદના આ રાઉન્ડ બાદ રાજ્યમાં ફરીથી ઉનાળાની આકરી ગરમી શરૂ થવાની સંભાવના છે.
