ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જૂન 2020 (14:15 IST)

ગુજરાતમાં રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટ સુધીનું વીજ બિલ માફ

મહામારી કોરોનાને પગલે રાજ્ય સરકારે 14 હજાર કરોડનું પેકેજ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજ બિલ એક વખત માટે માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 600 કરોડના વીજ બિલ માફીનો લાભ રાજ્યના અંદાજે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે. આ અંગે સરકારે ઠરાવ કરી દીધો છે. જેનો ગ્રાહકોને હવે પછીના બિલમાં લાભ આપવામાં આવશે.રાજ્ય સરકારના આ ઠરાવ મુજબ રહેણાક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડિંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડિંગના તફાવતનો પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને 30 દિવસ સાથે ગુણીને જો વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે પાત્રતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ તથા એક માસનો ફિક્સ્ડ ચાર્જ માફ કરવામાં આવશે.આ રાહતનો લાભ રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓના પાત્રતા ધરાવતા નાના અને મધ્યમ વર્ગના રહેણાંકના વીજ ગ્રાહકોને હવે પછીના બિલમાં આપવામાં આવશે. આ રાહત માટે થનારું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓને ચૂકવવામાં આવશે. તેમજ સરકાર દ્વારા માફ કરવામાં આવેલી રકમનો વીજ બિલમાં ઉલ્લેખ કરવો પડશે.