ભીષણ આગ - વડોદરામાં રેલવે સ્ટેશનના અંડરપાસમાં લાગી ભીષણ આગ, સ્ટેશનના પ્લેટફોર્મ નં 1 સુધી પહોંચી આગનો ધુમાડો, ટ્રાફિક અટવાયો
વડોદરામાં અલકાપુરી અંડરપાસમાં શોર્ટ સર્કિટથી બુધવારે સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે ભીષણ આગ લાગી ગઈ. જોત જોતામાં જ આગના લપેટા આસપાસની ઝાડીઓમાં અને બેનરોને પોતાની ચપેટમાં લઈ લીધા અને આગ વિકરાળ થતા જ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક સુધી પહોચી ગઈ. જેના કારણે પ્લેટફોર્મ ખાલી કરાવી લેવામાં આવ્યુ.
રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.