બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (10:50 IST)

વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરા સ્પેશીયલ ટ્રેનો આજથી રદ

કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર સ્પેશીયલ ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
 
1. ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન 20 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 02960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
 
ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
 
22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ રહેશે
રેલ પ્રશાસન દ્વારા 22 અને 29 એપ્રિલ 2021 ના ​​રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સ્પેશિયલ અને 21 અને 28 એપ્રિલ 2021 ના ​​રોજ નાગપુર થી ચાલતી ટ્રેન નંબર 01137 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ મુસાફરોની અછતને કારણે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેનના રેકનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ માટે સ્પેશિયલ ચલાવવામાં લેવામાં આવશે.