સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (09:32 IST)

ગુજરાતની કોરોના હોસ્પિટલનું ભયાનક દ્વશ્ય, 3 દિવસથી પડી રહેલી લાશો સડવા લાગી, દુર્ગંધ ઉઠી

સમગ્ર દેશમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતની એક હોસ્પિટલમાં હદયને હચમચાવી દેનાર તસવીર સામે આવી છે. રાજ્યના વલસાડ જિલ્લાની એક હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે કોરોના દર્દીઓ વચ્ચે કોરોનાથી મૃત્યું પામેલા લોકોની લાશ ત્રણ દિવસ સુધી રાખવામાં આવી. દર્દીઓને લાશોના ઢગલા વચ્ચે રાખવામાં આવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ સુધી જીવિત દર્દીઓની બાજુમાં બેડ પર પડેલી લાશો સડવા લાગી અને દુર્ગંધ આવવા લાગી. હોસ્પિટલ તરફથી કોવિડ 19ના કારણે મૃત્યું પામના લાશોને સમયસર સ્માશનગૃહ મોકલવામાં આવતી નથી. કેરગામના પનિહાદક ગામના રહેનાર નિરૂબેન ગુલાબભાઇ ગંગોદાનું 15 એપ્રિલના રોજ મૃત્યું થયું હતું. તેમના પરિજન ત્રણ દિવસ સુધી લાશ માટે ભટકે રહ્યા છે પરંતુ તેમને લાશ આપવામાં ન આવી. 
 
તપાસ કરતાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં લાશોને રાખવા માટે ઉપયોગમાં આવનાર ફ્રીજર ખરાબ થઇ ગયું છે. જેના લીધે લાશોને બેડ પર જ છોડી દેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર હાલ ખૂબ ગંભીર છે. ઘણી હોસ્પિટલોમાં જરૂરી દવા અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. 
 
અમદાવાદની હોસ્પિટલોમાં પણ હાલ સ્થિતિ ખરાબ અછે. હોસ્પિટલના પીએમ રૂમની બહાર એંબુલન્સની લાઇનો લાગી છે. પરંતુ કોરોના પ્રોટોકોલ અને પેપર વર્કની પ્રર્કિયામાં કલાકોનો સમય લાગી રહ્યો છે. તમને જણાવી દઇએ કે ગત 24 કલાકમાં કોવિડ 19ના 10,340 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દરમિયાન 110 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 27, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 7, ગાંધીનગર 4, સુરત 4, ભરૂચ 3, જામનગર 3, બનાસકાંઠા 2, મહેસાણા 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, વડોદરા 2, અમદાવાદ 1, અરવલ્લી 1, દેવભૂમિ દ્વારકા 1, જુનાગઢ 1, ખેડા 1 એમ આ સાથે કુલ 110 લોકોનાં મોત નિપજ્યાં છે.