શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 19 એપ્રિલ 2021 (08:10 IST)

કોરોનાના ડબલ મ્યૂટેંટ વેરિએંટ પર શુ અસર કરશે વૈક્સીન, કે પછી લગાવવો પડશે બૂસ્ટર ? જાણો તમારા તમામ સવાલોના જવાબ

કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 2 લાખ 61 હજાર 500 નવા દર્દી મળ્યા છે. લગભગ 3 દિવસથી દેશમાં સતત 2 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક્સપર્ટ્સ આ વાત પર ચિંતા બતાવી રહ્યા છે કે નવા અને શક્યત: કોરોના વાયરસ (Coronavirus)નુ વધુ સંક્રામક રૂપ કેસ વધવાનુ અસલ કારણ છે. જેને જાણકાર ડબલ મ્યૂટેંટ (Double Mutant) પણ કહી રહ્યા છે. આવો જાણીએ આ અંગેનુ રિપોર્ટ શુ કહી રહી છે. 
 
વાયરસનુ રૂપ છે ખતરનાક  ?
 
આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ભારતના કયા ભાગમાં રહો છો કે યાત્રા કરી રહ્યા છો. પંજાબ અને દિલ્હીમાં તમારા B.1.1.7 ના સંપર્કમાં આવવાની શક્યતા છે. ભારતમાં કોરોના વાયરસના અન્ય મ્યુટેંટસ  પણ મળી આવ્યા છે. કેરલમાં મળી આવેલ N440K વેરિઅન્ટ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ મળી આવ્યો છે. આ વેરિએન્ટ 16 દેશોમાં જોવા મળે છે. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલની લાઈનેજ પણ ભારતમાં ઓછી સંખ્યામાં મળી આવ્યા છે.
 
શુ ભારતમાં મળી આવેલ વેરિએન્ટસ પર વેક્સીન કામ કરશે ? 
 
આ અંગેનુ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે. કોવિશિલ્ડ એ એસ્ટ્રાઝેનેકાનું ભારતીય સ્વરૂપ છે. આ વાયરસ સેક્ટર વેક્સીનને સ્પાઇક પ્રોટીન વિરુદ્ધ તૈયાર કરવામાં આવી છે. B.1.617 વેરિએન્ટમાં E.484Q નામનું મ્યૂટેશન કંપોનેટ હોત, જે  E.484K જેવું જ છે. એસ્ટ્રાઝેનેકાના  આ વેરિએન્ટથી દક્ષિણ આફ્રિકામાં ઈમ્યૂન સિસ્ટમ પર અસર ઓછી જોવા મળી છે. કોવિશિલ્ડ સામે એ વેક્સીનનુ  શું થઈ રહ્યું છે તે જાણવા માટે માહિતીની જરૂર છે.
 
કોવાક્સિન એ એક નિષ્ક્રિય વાયરસની વેક્સીન છે. તે રોગપ્રતિકારક પ્રતિક્રિયા માટે શરીરમાં વધુ વાયરલ એન્ટિજેન્સ આપે છે. તેમાં સ્પાઇક પ્રોટીન પણ શામેલ છે, પરંતુ તે મર્યાદિત નથી. આ વેક્સીન સ્પાઇક પ્રોટીન વિરુદ્ધ મ્યૂટેશન બતાવનારા વૈરિએંટ્સ પર અસરદાર હોઈ શકે છે. 
 
વેક્સીન કામ કરી રહી છે તો કેસમાં વધારો કેમ ?  
 
બધા ટ્રાયલ કરી ચુકેલ અને મંજૂરી પ્રાપ્ત વૈક્સીન કોવિડ-19ના ગંભીર મામલા અને મોત વિરુદ્ધ સુરક્ષા આપવા માટે તૈયાર કરવામાં આવેલ આ વેક્સીન IgM અને IgG એંટીબૉડીજની સાથે ટી સેલ્સ દ્વારા સેલ્યુલર ઈમ્યુનિટી દ્વારા ઈમ્યૂન રિસ્પોન્સ કાઢે છે. આ ઈંટ્રામસ્ક્યુલર ઈંજેક્શન દ્વારા આપવામાં આવે છે. આ નાક અને ગળાની મ્યૂકોસલ સપાટી પરથી વાયરસ સાફ કરનારા સેક્રેટરી એંટીબોડી IgA તૈયાર કરતી નથી. 
 
બીજા વૈરિએંટ્સથી ગભરાવવાની જરૂર છે ? 
અનેક વૈક્સીન દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર જોવા મળેલા વૈરિએંટ વિરુદ્ધ ઓછી અસરકારક જોવા મળી છે. જો કે, એવી ઘણી વેક્સીન છે, જે ગંભીર બિમારી સામે 50 ટકાથી વધુ સુરક્ષા આપી રહી છે. અમારી પાસે આવી ઘણી વૈક્સીન છે, જેને વૈરિએંટ્સથી બચીને નીકળવાના પડકાર સામે લડવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.
 
બૂસ્ટર શોટ લેવાની જરૂર ખરી ? 
 
વર્તમાન વેક્સીન સાથે બૂસ્ટરની જરૂર છે. પ્રથમ શૉટ તમારીઈમ્યૂન સિસ્ટમને પ્રતિક્રિયા માટે તૈયાર કરે છે. સાથે જ બૂસ્ટર તમારી ઈમ્યૂનિટીને વધારે છે. 
 
શુ વેક્સીન લગાવ્યા પછી પણ ઘરમાં જ રહેવુ જોઈએ ? 
 
તમારે યોગ્ય રીતે માસ્ક પહેરવો, ભીડથી બચવ અને ખરાબ વેંટીલેશનવાળા સ્થાનથી બચવા જેવી સાવધાનીઓ લેવી જોઈએ. ઘરમાંથી બહાર નીકળતી વખતે કેટલીક સાવધાનીઓ અને સરકારના નિયમોનુ ધ્યાન રાખો. હવે તે અસલ વાયરસ છે કે વેરિઅન્ટ, તે ફક્ત નાક, મોં અને આંખો દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જો તમે આ સ્થાનો પર પહોંચતા માર્ગોને સુરક્ષિત કરી શકો છો, તો તમે વૈરિએંટ્સ વિરુદ્ધ પણ સુરક્ષિત રહેશો.