રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (08:35 IST)

પાલઘર પાસે જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ, ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

train blast
Jaipur Express Firing : જયપુર એક્સપ્રેસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે 5 વાગ્યાની આસપાસ જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. જેમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ટ્રેન ગુજરાતથી મહારાષ્ટ્રના પાલઘરમાં પ્રવેશતા જ આ ટ્રેનમાં ફાયરિંગ થયું હતું
 
જીઆરપી પોલીસ અને આરપીએફ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા છે. હાલમાં તે મુંબઈ સેન્ટ્રલમાં પ્રવેશ્યો છે.
 
મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. આ ફાયરિંગની ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે થઈ હતી જીઆરપી મુંબઈના જવાનોએ RPF કોન્સ્ટેબલ ચેતને ને કસ્ટડીમાં લીધો હતો.