રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2023 (09:13 IST)

સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગ, 30 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

Food poisoning in Surendranagar
Food poisoning in Surendranagar
સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. એક સાથે 30 વિદ્યાર્થિનીઓને અસર થઈ છે. રાત્રે જમ્યા બાદ બનેલી આ ઘટનામાં 30 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. અચાનક 30 જેટલી વિદ્યાર્થિનીઓને ઝાડા ઉલટી થઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ તબિયત લથડી હતી.  જમ્યા પછી અચાનક જ એક પછી એકને ઝાડા-ઉલટી થવા લાગતાં તમામને હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ હોસ્પિટલ ખાતે તમામ વિદ્યાર્થિનીઓની સારવાર ચાલી રહી છે. જોકે, કોઇની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળ્યું છે.
 
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર ખાતે આવેલી દરબાર બોર્ડિંગમાં રહેતી  30 જેટલી વિદ્યાર્થિઓની પેટમાં દુખાવાની, ઉલટીઓ, ઝાડા થવાની ફરિયાદ કરી હતી, જોકે પરિસ્થિતિની ગંભીરતા જોઈને તમામને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. ગઈકાલે રાતે દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડી હતી.  આ ઘટનાની જાણ થતાં જ સમાજના અગ્રણીઓ પણ દોડતા થયા હતા, તો બીજી તરફ હોસ્પિટલમાં એક સાથે આટલી બધી વિદ્યાર્થીઓ દાખલ થતાં હોસ્પિટલમાં પણ ભાગ દોડ મચી ગઈ હતી