ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 માર્ચ 2022 (19:19 IST)

એક સાથે ગામના ચાર મિત્રોની અંતિમયાત્રા જોઈને આખુ ગામ હિબકે ચઢ્યુ

ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ યુવાધન સ્નાન કરવા માટે તળાવ, નદીઓ અને બોરકુવા ઉપર જતા હોય છે. શુક્રવારે મહીસાગર નદીના વણાંકબોરીના ડેમ પાસે કઠલાલના હિંમતપુરા ગામના ચાર યુવકો સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે ઉંડા ખાડામાં ચારેય મિત્રો ગરકાવ થઈ જતા ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં અને આ બાદ જરૂરી કાર્યવાહી કરાયા બાદ આજે ચારેય યુવાનોની એક જ ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર કઠલાલના હિંમતપુરા ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. ઉત્સવભર્યા વાતાવરણમાં આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે સવારે કઠલાલ ગામે એકીસાથે ચારેય યુવકોના સમસ્મશાન યાત્રા નીકળતા ગામમાં શોક છવાઈ ગયો હતો.
 
તમામના મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી તેઓના પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી હતી. આજે સવારે કઠલાલના હિંમતપુરામાં ચારેય મિત્રોની અર્થી એકી સાથે ઉઠતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તહેવારના ટાણે આકસ્મિક બનાવ બનતા સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું.