રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 જૂન 2020 (06:38 IST)

ઘોરણ 10નું આજે પરિણામ, રિઝલ્ટ જોવા ક્લિક કરો

ગુજરાત સેકન્ડરી એન્ડ હાઇયર એજ્યુકેશન બોર્ડ (જીએસઇબી) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં લગભગ 67 ટકા બાળકો પાસ થયા છે. આ પરિક્ષામાં પાસિંગ માર્ક્સ 33 ટકા હતા. પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને દરેક વિષયમાં 33 ટકા માર્ક્સ લાવવાના હતા. 
 
બોર્ડે સોમવારે જ રિઝલ્ટ વિશે અપડેટ કરી દીધા હતા. ગુજરાત બોર્દ જીએસઇબી એસએસસી રિઝલ્ટ 2020 (GSEB SSC Result 2020) તમે બોર્ડૅની ઓફિશિયલ વેબસાઇટ પર જોઇ શકો છો. જે વિદ્યાર્થી આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી, તે જીએસઇબી એસએસસી રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ gseb.org પર જોઇ શકે છે. આ પરીક્ષામાં લગભગ 33 ટકા વિદ્યાર્થીઓ ફેલ પણ થયા છે. ફેલ બાળકો સપ્લીમેંટ્રી પરીક્ષા આપીને આગળના ધોરણમાં જઇ શકે છે. 
 
આ વર્ષે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા ઓછું છે. ગત વર્ષ કરતા 5 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. ગત વર્ષે ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. આ વર્ષના પરિણામાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ છે. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ છે.  
 
રાજકોટમાં પણ આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 189 બિલ્ડિંગના 1840 બ્લોક પરથી 54,579 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
તમને જણાવી દઇએ કે આ વર્ષે ધોરણ આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના ફોન પર SMS દ્વારા પણ પોતાનો સ્કોરબોર્ડ પ્રાપ્ત કરી શકે છે. તેના માટે મેસેજમાં (SSC SEAT NUMBER)ને 56263 પર મોકલવાનો રહેશે. તમને જણાવી દઇએ કે ગુજરાત બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી સાયન્સ સ્ટ્રીમ માટે પરિણામોની જાહેરાત 17મે ના રોજ થઇ હતી. ત્યારબાદ જ રાજ્યમાં હાયર સેકેન્ડરી જનરલ સ્ટ્રીમ (આર્ટ્સ એન્ડ કોમર્સ) માટે પરીણામો અને સેકન્ડરીના પરીણામોની રાહ જોવામાં આવતી હતી.
 
-વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ આ રીતે જોઈ શકે છે. 
 
- GSEB Gujarat Board SSC 10th Result 2020: આ રીતે ચેક કરી શકશો 
- www.gseb.org  પર ક્લિક કરો 
- ‘Class 10th SSC Results 2020’ ના લિંક પર ક્લિક કરો. 
- રિઝલ્ટ પેજ આવ્યા પછી સીટ નંબર નાખો 
- સબમિટ કરતા તમાર પરિણામ સામે આવી જશે. 
 
ગયા વર્ષ (2019)જીએસઈબી એસએસસી પરીક્ષામા 66.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરીઓનુ પ્રદર્શન છોકરાઓ કરતા સારુ હતુ. 62.83% ટકા છોકરાઓની તુલનામાં 72.64% ટકા છોકરીઓ પાસ થઈ હતી. 
 
12 સાયંસનુ પરિણામ આવી ચુક્યુ છે. 
જીએસઈબીની 12 મી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 71.34% વિદ્યાર્થીઓ પાસ થયા છે.કુલ 1,16,643 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 1,16,494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. છોકરીઓની ટકાવારી 70.85 ટકા રહી અને છોકરાઓની ટકાવારી 71.69% રહી. બીજી બાજુ 36 શાળાઓમાં 100% પરિણામ આવ્યુ છે જ્યારે કે 68 શાળાઓનાં પરિણામો 10 % થી ઓછા છે.
હવે વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ પ્રવાહના પરિણામની રાહ જોઈ રહ્યા છે.
 
કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારે પહેલાથી જ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને આગલા વર્ગમાં પ્રમોટ કરી દીધા છે.