ગુજરાતમાં BRTS મોતની સવારીઃ- અકસ્માતોનો આંકડો 2018માં 200 સુધી પહોંચ્યો હતો
માત્ર 24 કલાકના ગાળામાં સિટી બસ તથા બીઆરટીએસએ બંને શહેરોમાં અકસ્માતોની વણઝાર સર્જી છે. છેલ્લાં કેટલાક વર્ષથી સરકારીના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રાઈવરની બેદરકારી, દારૂ પીને ગાડી ચલાવવી, ફોન પર વાત કરતા ગાડી ચલાવવી, મુસાફરોનો જીવ ઉંચે રાખવા, બેફામ સ્પીડમાં ગાડી હંકારવી વગેરે જેવા કિસ્સાઓ સતત સામે આવતા હોય છે. તો તેના પુરાવા પણ સામે આવતા રહે છે. તો તંત્ર દ્વારા પણ પુરાવા હોવા છતા કોઈ પગલા લેવાતા નથી. તેમાં પણ બીઆરટીએસ બસો તો જાણે મોતનો પરવાનો લઈને નીકળી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીઆરટીએસ દ્વારા થયેલા અકસ્માતનો આંકડા પર નજર કરીએ, તો બીઆરટીએસને તમે મોતની સવારી જ કહેશો. અકસ્માત બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે પોતાનો બચાવ કરતા મેયરે કહ્યું કે, અમે જેટલા પણ ટાગોર હોલમાં કાર્યક્રમ માટે હાજર હશે એ બધાએ જોયુ હશે કે મેં ફોન ઉપાડ્યો નથી. આ દુખદાયક ઘટના છે. પોલીસ દ્વારા સઘન તપાશીસું, તપાસ બાદ યોગ્ય પગલા લઈશું. પરિવાર સાથે અમે જોડાયેલા રહીશું. કોર્પોરેશન તમામ મદદ કરશે, પરિવારના દુખ સાથે અમે જોડાયેલા છે. સંવેદનશીલ સરકાર છે. તેથી ચોક્કસ તમામ તપાસ કરીશું. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું કે, તપાસ બાદ પગલા લેશું. જે કોરિડોર વપરાતા નથી, ત્યાં આ પ્રકારની ઘટના વધુ બનતી હોય છે. આજે અકસ્માત થયો છે તે રેગ્યુલર કોરિડોર છે. હાલ તપાસ ચાલી રહી છે. હું પણ ઘટના વિશે સીધું મોનટરિંગ કરીશુ. જે પણ રિઝલ્ટ સામે આવશે તો કંપની અને ડ્રાઈવર સામે પગલા લઈશુ. પોલીસ રિપોર્ટ આવવાની અમે રાહ જોઈશું.
વર્ષ મોત
2014 10
2015 03
2016 05
2017 03
2018 02
2019 02