ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (13:56 IST)

ગુજરાતમાં મહિલાઓની દારૂની પરમીટની સંખ્યા વધી

રાજ્યભરમાં દારૂનાં સેવન અંગે ચોંકાવનારી વાત સામે આવી છે. એક માહિતી મુજબ પુરુષોની સાથે મહિલાઓની સંખ્યા દારૂની પરમીટ મેળવવામાં વધી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં 529 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી છે. નોંધનીય છે કે, આરોગ્યના કારણોસર મહિલાઓ દારૂની પરમીટ મેળવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે આરોગ્યના કારણોને ધ્યાનમાં રાખીને મહિલાઓને પરમીટ આપી છે. ગુજરાતમાં દારૂની પરમીટ મેળવવી હોય તો સિવિલમાં મેડિકલ બોર્ડ સમક્ષ અરજદારની આરોગ્યની ચકાસણીના અંતે મંજૂરી આપવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં દર વર્ષે આશરે 2500 પુરુષો દારૂની પરમીટની મંજૂરી મેળવે છે. જ્યારે સરેરાશ 60 મહિલાઓ દારૂની પરમીટ મેળવે છે. આરટીઆઇ હેઠળ મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વર્ષ 2010માં 50, વર્ષ 2011માં 85, વર્ષ 2012માં 85, વર્ષ 2013માં 54, વર્ષ 2014માં 34, વર્ષ 2015માં 53, વર્ષ 2016માં 68 અને 2017માં 97 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી. વર્ષ 2018નાં માત્ર ત્રણ મહિનામાં 26 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી. અરજદાર 40 વર્ષથી વધુ વયની હોવી જોઇએ તેમજ તેની માસિક આવક રૂ.4000/-થી વધુ હોવી જોઇએ. નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાંણ તથા ઊંમરના પૂરાવા સાથે રૂ.2000 પ્રોસેસ ફી અને રૂ.2000 આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે ત્યાર બાદ આરોગ્ય ચકાસણી કરી પરમીટ અપાય છે. દારૂની પરમીટ લઇને સેવન કરનારા 40 થી 50 વર્ષ સુધીના લોકોને 3 યુનિટ, 50 થી 65 વર્ષ સુધીના લોકોને 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો જથ્થો પ્રતિમાસ આપવામાં આવે છે.