1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (12:31 IST)

સુરતમાં સિટી બસની અડફેટે ત્રણનાં મોતમાં પરિવારે ન સ્વીકાર્યો મૃતદેહ

સુરતમાં આજે સવારે નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ ઉપર સિટી બસનાં ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલને અડફેટે  લેતાં બે બાળકોનાં ઘટનાસ્થળે તથા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં મોતનાં બીજા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહો સ્વિકાર્યા નથી. મૃતકોનાં પરિવારની માંગ છે કે, પરિવારમાં કોઇ કમાનારૂં નથી રહ્યું તો પત્નીને સરકારી નોકરી આપો. આ સાથે પ્રત્યેક મૃતકને 10-10 લાખ રૂપિયાની સહાય આપો. અહીં વારંવાર અકસ્માત થાય છે તો રેલવે ફાટક પણ ખોલી નાંખવું જોઇએ.ગઇકાલે એટલે બુધવારનાં રોજ, મૂળ મહારાષ્ટ્રનાં વતની અને સુરતમાં ડિંડોલી અંબિકાનગરમાં રહેતા તેમજ લુમ્સના કારખાનામાં નોકરી કરતા યશવંતભાઈ ખટેશ્વર પોનીકર નિત્યક્રમ પ્રમાણે સવારે નવાગામ ઈશ્વરપુરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ધો.3 માં અભ્યાસ કરતા પુત્ર ભાવેશ ધો.4 માં અભ્યાસ કરતા પુત્ર સાહિલ (ઉ.વ.9) અને ભાઈ વિનોદનાં ધો.7 માં અભ્યાસ કરતા પુત્ર ભુપેન્દ્ર ને(ઉ.વ.11) પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા હતા.તેઓ 7 વાગ્યાની આસપાસ નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા હતા. ત્યારે સિટી બસનાં ચાલકે એકદમ રોંગ સાઇડે આવી યશવંતભાઈની સામેથી આવતી મોટરસાયકલને અડફટે લીધી હતી.સીટી બસની અડફટથી યશવંતભાઈની મોટરસાયકલ પાછળ આવતી અન્ય મોટરસાયકલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સીટી બસની ટક્કર જોરમાં લાગતા યશવંતભાઈ, પુત્ર ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જયારે બીજા પુત્ર સાહિલને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાં એકત્ર થયેલા લોકો સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી બાદમાં તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાછળ ભટકાયેલી બાઇકનાં ચાલક રઘુરામ ઠાકુરને હાથમાં ઇજા થઇ હતી.