શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (10:53 IST)

ગુજરાતના ભાજપ ધારાસભ્યએ શેર કર્યો ક્રિકેટ મેચનો વીડિયો, ખુલ્લેઆમ કોરોના કોરોનાના નિયમોના ઉડાવ્યા ધજાગરા

કોરોનાના નવા કેસોમાં વધારો અને નવા પ્રકાર ઓમિક્રોનના ખતરા વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ગુજરાતના ધારાસભ્યએ સોમવારે પાર્ટી દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં ભીડ જોવા મળી રહી છે અને લોકોએ  માસ્ક પણ પહેર્યા ન હતા આ ઉપરાંત સામાજિક અંતરના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જો કે, ધારાસભ્ય સૌરભ પટેલે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે તેમના મતવિસ્તાર બોટાદમાં જ્યાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હજુ સુધી કોવિડ-19નો એક પણ કેસ નથી.
સૌરભ પટેલે એમ પણ કહ્યું કે એક મહિના પહેલા જ્યારે સંક્રમણના કેસ નહિવત હતા ત્યારે સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધા શનિવારે સરકારી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ હતી જેમાં બે વોર્ડની ટીમોએ ભાગ લીધો હતો. ગેમના વીડિયોમાં જીતની ઉજવણી કરતા લોકો માસ્ક પહેર્યા વગર મેદાનમાં દોડતા જોઈ શકાય છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલ અને ધારાસભ્ય સૌરભ પટેલે વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી હતી. 
 
સૌરભ પટેલે જણાવ્યું હતું કે ફાઇનલ મેચ છોડીને બહુ ઓછા લોકો મેચ જોવા આવ્યા હતા. તેણે કહ્યું કે અન્ય મેચો દરમિયાન કોવિડના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ કહ્યું કે તેમના મતવિસ્તારની 140 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.