ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, ખાનગી શાળાઓએ કર્યો વિરોધ
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 23 ઓગસ્ટના રોજ શરૂ થશે. 23 ઓગસ્ટના રોજ શરૂ થનાર પરીક્ષા 28 ઓગસ્ટના રોજ પુરી થશે. આ પહેલાં પૂરક પરીક્ષા દર વર્ષે જુલાઇમાં યોજાતી હતી. 12મા ધોરણની કોમર્સની પરીક્ષા માત્ર એક જ દિવસ લેવામાં આવે જે 23 ઓગસ્ટના રોજ થશે.
12 સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટ વચ્ચે યોજાશે. 10મા ધોરણની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ વચ્ચે યોજાશે. સેન્ટરો પર સોશિયલ ડિસ્ટેસિંગ જેવા નિયમ લાગૂ થશે. બીજી તરફ ખાનગી સ્કૂલના સંગઠનના પ્રવક્તા દીપક રાજગુરૂના અનુસાર પરીક્ષામાં ખાનગી સ્કૂલોની બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહી અને ના તો સ્કૂલમાં આ પરીક્ષા યોજાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની પૂરક પરીક્ષા રપ ઓગષ્ટથી લેવાશે. પરીક્ષાનું સમયપત્રક જારી થયું છે. જેમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા પાંચ દિવસમાં પૂર્ણ થશે.
ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં તા. રપ ઓગષ્ટના ગણીત, જીવવિજ્ઞાન, તા. 26 ઓગષ્ટના અંગ્રેજી, તા. 27 ઓગષ્ટમાં ભાષા, કોમ્પ્યુટર અને ભૌતિક વિજ્ઞાન, પરીક્ષા લેવાશે. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહ માર્ચ ર૦ર૦ માત્ર એક વિષયમાં અનઉતિર્ણ થયેલ 5 છાત્રોની પરીક્ષા તા. 23 ઓગષ્ટના પરીક્ષા લેવાશે.