બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (09:30 IST)

ગુજરાતના શિક્ષણ જગતની અભૂતપૂર્વ ઘટના, 42 લાખ વિદ્યાર્થીઓને થશે સીધો ફાયદો

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સક્ષમ બનાવવાના  Visionary Project " મિશન સ્ફુલ્સ ઓફ એક્સલન્સ " માટે કુલ રૂપિયા 7500 કરોડ ( સાડા સાત હજાર કરોડ રૂપિયા ) નું આયોજન થયેલ છે. આ માટે વલ્ડ બેન્ક,એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવશે.
 
(1) તા.૨૫/૦૩/૨૦૨૧ના રોજ World Bank દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ને " મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ" ( Gujarat Outcomes for Accelerated Learning. GOAL) માટે $500 મિલિયન (Rs 3600 Crores) ની રકમ ફાળવવાની મંજૂરીને મહોર મળી છે.
 
(2) સમગ્ર દેશના કોઈપણ એક રાજ્યના Social Sector માટેનો અત્યાર સુધીનો આ મોટામાં મોટો પ્રોજેકટ છે, જે રાજ્યના શાળાકીય શિક્ષણને આગામી દશકો સુધી સમૃદ્ધ કરશે
 
(3) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB) દ્વારા પણ વધારાના $ 250 મિલિયન (Rs 1800 Crores) અનુદાન "મિશન સ્ફુલ્સ ઓફ એક્સલન્સ " પ્રોજેક્ટ્સ માટે ફાળવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે.
 
(4) આના કારણે પહેલાં તબક્કામાં 300 ઉપર બાળકોના સંખ્યા ધરાવતા 6,000 શાળાઓ અને બીજા તબક્કામાં 150 ઉપર બાળકો ના  સંખ્યા ધાર 9,000 શાળાઓ એમ કુલ 15,000 મોટી પ્રાથમિક શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે જેથી 42 લાખ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. 
 
(5) આ પ્રોજેક્ટના ભાગે તમામ શાળાઓમા ઓરડાઓ ના ઘટ પૂરું કરવામાં આવશે અને ગ્રાન્ટ ઇન એઇડ્ શાળાઓ ને પણ મજબૂત કરશે.
 
(6) આ પ્રોજેક્ટ ના કારણથી આગામી 5 થી 6 વર્ષમાં એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે અને શિક્ષણના પાયા મજબૂત બનશે