મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (15:45 IST)

ગુજરાતમાં ફરી 5 દિવસ વરસાદનો ખતરો, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

ગુજરાત: આ જિલ્લામાં પાંચ દિવસ પડશે વરસાદ - ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવે ફરી કમોસમી વરસાદ શરૂ થવાનો છે. રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે 5 દિવસ  કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. આજે અને આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 
 
આ ઉપરાંત 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત ગરમીનો પારો પણ 40-41 રહેવાની શકયતા છે. અમદાવાદમાં બુધવારે અને ગુરુવારે કમોસમી વરસાદ પડી શકે છે. કાલે પણ અમદાવાદમાં ગરમીનો પારો 40 હતો.