ગુજરાતમાં વિજળી પડવાના 3 બનાવમાં 7 લોકોનાં મોત નિપજ્યાં
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં પડેલી વીજળીએ જુદા જુદા બનાવમાં 5 વ્યક્તિનાં ભોગ લીધા છે. તો આ વીજળીના અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાઓની સારવાર થઈ રહી છે. બે બનાવમાં દેવભૂમિ દ્વારકામાં બે મહિલાઓના અને બોટાદ જિલ્લામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે સાંજે જામનગરના લાલપુરમાં આવેલા રાકા ગામે વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા માતા-પુત્રનાં મોત થયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં વીજળીએ 7 જિંદગી હોમી નાખી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે વિરમદળ ગામે વીજળી પડી હતી. 2 મહિલાઓ ખેતર માં કામ કરતી વેળાએ વીજળી પડતા બને મહિલા ના મોત નિપજ્યા. માસી ભાણેજ ના મોત થી પરિવાર માં શોક પ્રસરી ગયો હતો.નાના એવા ગામ માં વીજળી પડવાના બે અલગ અલગ બનાવ બન્યા હતા. અન્ય બનાવ માં વીજળી પડતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. બંને મહિલાને સારવાર અર્થે ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવમાં પમીબેન સાગા ડાંગર ઉવ.આશરે 35 અને કોમલ કરસન ડાંગર ઉવ.20 નું મોત, જ્યારે મંજુબેન ખીમાનંદ ડાંગર ઉવ.30 અને કંચન કરસન ડાંગર 20 વર્ષ હાલ સારવાર હેઠળ છે.દરમિયાન બોટાદ જિલ્લામાં વીજળી પડતા દિવસ દરમિયાન ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. પહેલાં બોટાદના સરવઇ - લાઠીદડ વચ્ચે વીજળી પડતા બેના મોત નીપજ્યા હતા. ભાવનગર રોડ ઉપર આવેલ વાડીએ ખેતરમાં વીજળી પડતા સમયે આ બે મોત થયા હતા જેમાં 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકી નું થયું મોત થયું હતું.જ્યારે બપોરે બાદ વીજળી પડવાનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. વીજળી પડવાના કારણે નવી સરવઈ ગામે વીજળી પડતા 17 વર્ષની યુવતીનું મોત થયું હતું.