સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (10:09 IST)

હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો ચાંદલો કરવા રહેજો તૈયાર, આજથી રાજ્યભરમાં પોલીસની હેલ્મેટ ડ્રાઇવ

ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતા મૃત્યુનો આંક ચિતાજનક છે. જેમાં રાજ્યમાં રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા તેમજ આ નિયમને કડક રીતે અમલીકરણ કરવા માટે તા 09-09-2020થી તા 20-9-2020 સુધી એક્શનમાં છે. અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે. રાજ્યભરમાં હેલ્મેટ નહી પહેરનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચના પોલીસ મહાનિરીક્ષક પીયુષ પટેલે સમગ્ર ગુજરાતના પોલીસ કમિશનર્સ, જીલ્લા પોલીસ વડાઓને આદેશ કર્યો છે.
 
જેમાં જણાવવામાં આવ્યુ છે કે ગઇકાલે ડી.જી.પી. અને રેંજ આઇ.જી. વચ્ચે થયેલી બેઠક માં માર્ગ અકસ્માતને કાબુમાં લેવા અને ટ્રાફિકના નિયમની અમલવારી માટે હેલ્મેટ નહીં પહેરનાર સામે કાર્યવાહી કરીને.
 
વધુ ને વધુ દંડ કરવાનું જણાવવામાં આવ્યુ છે આ માટે પોલીસે વધુને વધુ દંડ વસુલવાના કેસ કરવા તેમજ કામગીરીનો રિપોર્ટ પણ બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધીમાં મોકલી આપવા માટે જણાવવામાં આવ્યુ છે.