મંગળવાર, 8 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 7 જુલાઈ 2025 (10:04 IST)

Gujarat rain alert - હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

heavy rain
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. જ્યારે કચ્છના નખત્રાણામાં રાતના 2થી સવાર સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
 
રાજ્યમાં ચોમાસુ સક્રિય બનતાં વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડોલવણમાં થયો છે, જ્યાં 6.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુબિરમાં 5.2 ઇંચ, બારડોલી ખાતે 4.92 ઇંચ અને પલસાણામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે.
 
 હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાર્ષિક વરસાદની આગાહી આપી છે. આજે એટલે કે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 
વરસાદ સારો આવતો ખેડૂતોમાં ખુશીની લહેર છવાયેલી છે. 8 જુલાઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.