ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ , મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (18:04 IST)

Amit shah vs Ahmed Patel - 7 કોંગ્રેસ MLAs એ કર્યુ ક્રોસ વોટિંગ.. કાઉંટિંગ શરૂ..

. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ખાલી સીટો માટે મંગળવારે વોટિંગ ખતમ થઈ ગયુ.. બધા 176 ધારાસભ્યોએ વોટ નાખ્યા.. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ. તેમા એ 44 ધારાસભ્યોનો સમાવેશ હતો જેમને કોંગ્રેસ બેંગલુરૂ લઈ ગઈ હતી.  જેનાથી સોનિયા ગાંધીના પૉલિટિકલ એડવાઈઝર અહમદ પટેલનો માર્ગ મુશ્કેલ થઈ શકે છે.. 

- રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને વોટોની ગણતરી શરૂ કરવાની મંજુરી માંગી છે. સૂત્રોના મુજબ રાજ્ય ચૂંટણી પંચે કોંગ્રેસની ફરિયાદને નજર અંદાજ કરતા ગણતરી શરૂ કરવાની મંજુરી માંગી છે. 
 
- કાઉટિંગ સેટર પર ગુજરાતના મુખ્ય ચૂંટણી  પ્રમુખ પહોચી ચુક્યા છે. થોડી વારમાં કોંગ્રેસની ફરિયાદ પર નિર્ણય થઈ શકે છે. 

-  છોટુ વસાવા અને જયંત બોસ્કીના વોટને લઇને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના દાવા
-  હાલ અહેમદ પટેલને 43 વોટ મળ્યાનું અનુમાન,  ઇનવેલિડ મત નક્કી કરશે કોણ જીત્યુ, કોણ હાર્યુ? 
-  જેડીયુ અને એનસીપીના વોટને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત, 
-  જો અહેમદ પટેલ જીતશે તો પરાજય શંકરસિંહનો ગણાશે અને જો બળવંતસિંહ જીતશે તો કોઇ સંસ્થામાં મોટો હોદ્દો મળશે
-  નલિન કોટડીયાનું વારંવાર બદલતું નિવેદન, પહેલા કહ્યું કે ભાજપને મત આપ્યો, પછી કહ્યું કે પાટીદારના હિતમાં કોંગ્રેસને મત આપ્યો
-  કોંગ્રેસ પક્ષની માંગણી... રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભોળાભાઇ ગોહિલના મત ઇનવેલિડ ગણવામાં આવેઃ કારણ કે તેઓએ પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ મતદાત કર્યુ છે

- વોટની ગણતરી શરૂ થવામાં મોડુ થઈ રહ્યુ છે કારણ કે કોંગ્રેસે ચૂંટણી પંચમાં એક પત્ર લખીને ફરિયાદ કરી છે. કોંગ્રેસ મુજબ બે ધારાસભ્ય શંકર સિંહ વાઘેલા અને રાઘવજી પટેલે વોટ આઅપતા પહેલા કોંગ્રેસના પોલિંગ એજંટને બતાવવાને બદલે બીજેપીના એજંટને બતાવ્યુ. કોંગ્રેસના મુજબ આ પ્રોટોકોલનુ ઉલ્લંઘન છે. બંને ધારાસભ્યોએ પાર્ટી વ્હિપનુ પણ ઉલ્લંઘન કર્યુ છે. કોંગ્રેસની માંગ છે કે બંને ધારાસભ્યોના વોટ અમાન્ય કરી દેવામાં આવે. 
 
- થોડી વારમાં શરૂ થશે વોટોની ગણતરી.. બીજેપી અધ્યક્ષ અમિત શાહ સેંટર પર પહોચી ગયા છે.  
- સ્મૃતિ ઈરાની આ ચૂંટણીમાં હારી શકે છે..કોંગ્રેસના ભરત સિંહ સોલંકીનો દાવો 
 
- જો કે પટેલને પોતાની જીત પર પૂરો વિશ્વાસ છે..  બીજેપી તરફથી અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંત સિંહ રાજપૂત મેદાનમાં છે.. 
 
- કોંગ્રેસન આ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે... 
1. રાઘવજી પટેલ 2. બોલાભાઈ ગોહિલ 3.. ધર્મેન્દ્ર સિંહ જડેજા. 4. કરમસિંહ પટેલ 5. મહેન્દ્ર સિંહ વાઘેલા 6. સીકે રાવલ 7. અમિત ચૌધરી.. 
 
- આ ઉપરાંત કોંગ્રેસ છોડી ચુકેલા શંકર સિંહ વાઘેલાએ પણ બીજેપીને વોટ આપ્યો.. કાઇંટિંગ સાજે 4 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે.. રિઝલ્ટ 6 વાગ્યા સુધી આવી જશે.. ઉલ્લેખનીય છે કે વોગિંટ સવારે 9 વાગ્યાથી જ શરૂ થઈ ગયુ હતુ..