શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (13:53 IST)

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા મેચમાં કીડાનો હુમલો, ખેલાડી મેદાન છોડીને ભાગવા મજબૂર.. જુઓ VIDEO

play grond
play grond
IND vs SA: -  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેંચુરિયનમાં ત્રીજી T20 મુકાબલો રમાય રહ્યો છે. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા તિલક વર્માની શાનદર સદીની મદદથી 6 વિકેટ ગુમાવીને 219 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો લાઈવ મેચમાં અનોખી ઘટના જોવા મળી. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ મેચમાં વરસાદને કારણે અવરોધ ઉભો થવો સામાન્ય વાત છે પણ આ મેચને કીડાને કારણે રોકવી પડી. આ વિચિત્ર ઘટના એ સમયે થઈ જ્યારે સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડી 1 ઓવર રમ્યા બાદ 7 રન બનાવીને ક્રીઝ પર હતી.  ત્યારે ફ્લડ લાઈટને કારણે અચાનક મેદાન પર કીડાનો હુમલો થઈ ગયો. થોડી જ વારમાં આખુ મેદાન કીડાથી ભરાય ગયુ જેને કારણે ખેલાડીઓને મેદાન છોડીને ભાગવુ પડ્યુ. કીડાને કારણે મેચને લગભગ 30 મિનિટ સુધી રોકવી પડી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 
સેંચુરિયનમાં ભારતીય સમયમુજબ 8.30 વાગ્યે મેચની શરૂઆત થઈ. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો.  સંજુ સૈમસન પોતાનુ ખાતુ પણ ખોલાવી શક્યા નહી. સતત બીજી મેચમાં તેઓ ડક પર આઉટ થયા.  ત્યારબાદ તિલક વર્માએ અભિષેક શર્મા સાથે મળીને બાજી સંભાળી અને તોફાની બેટિંગ કરતા 19 ઓવરમાં પોતાના T20 કરિયરની પહેલી સદી લગાવી.  આ રીતે ભારતીય ટીમ 20 ઓવરમાં 219/6 રનનો સ્કોર ઉભો કર્યો.  ત્યારબાદ સાઉથ આફ્રિકી ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી જ હતી કે ફ્લડ લાઈટની આસપાસ મંડરાય રહેલા કીડાઓએ મેદાન તરફ આવવાનુ શરૂ કર્યુ અને જોત જોતામા પિચ અને ફિલ્ડને પોતાની પકડમાં લઈ લીધુ. ત્યારબાદ ખેલાડી મેદાનની બહાર જત રહ્યા અને મેચ ફરીથી શરૂ કરવાની રાહ જોવા લાગ્યા. જો કે 20 મિનિટી પછી મેચ ફરી ચાલુ થઈ શકી.