ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 9 નવેમ્બર 2024 (07:12 IST)

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

IND vs SA 1st T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનના કિંગ્સમીડ મેદાન પર ચાર મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે, જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન મેકક્રમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પછી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનના બેટથી 107 રનની શાનદાર સદીની ઇનિંગ જોવા મળી હતી, આ સિવાય તિલક વર્માએ પણ 33 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગમાં ગેરાલ્ડ કોએત્ઝીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત ખરાબ રહી, ત્યારબાદ ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહીં. આફ્રિકન ટીમ 17.5 ઓવરમાં 141ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને મેચમાં 61 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી.



ભારત તરફથી સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. પ્રથમ T20 જીતીને ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 10 નવેમ્બરે કેબેરામાં રમાશે.
 
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને આવેશ ખાન
 
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), રિયાન રિકલ્ટન (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, પેટ્રિક ક્રુગર, માર્કો યાન્સેન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને નકાબાયોમઝી પીટર.