બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (11:26 IST)

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હૂમલો, ટોળે વળેલા લોકોને વિખેરવા પોલીસનો હળવો લાઠીચાર્જ

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર નાના વરાછા સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર જ 5 યુવાનોએ હુમલો કર્યો હતો. સોમવારે સાંજે સાડા સાત વાગ્યે બનેલી આ ઘટનામાં તું પાટીદારોનો ડોન બની ગયો છો તેમ કહી હુમલો કરાયો હતો. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. અલ્પેશ કથીરિયા સાંજે સાત- સાડા સાત વાગ્યે પોતના ઘરે હતા તે વખતે ડસ્ટર કારમાં 5 યુવાનો તેમના ઘર નજીક પહોંચી ગયા હતા. ત્યાંથી એક યુવાને ફોન કરી અલ્પેશને તારું કામ છે તેમ કહી ઘરની બહાર બોલાવ્યો હતો. જેવો અલ્પેશ ઘરની બહાર આવ્યો કે તુરંત જ તેમના મોઢા પર ફેટ મારી દીધી હતી. અલ્પેશ કથીરિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો તો પાંચમાંથી એક યુવાને ચપ્પુ મારી દીધું હતું. જોકે, ચપ્પુના કારણે સામાન્ય ઇજા થઈ હતી. હુમલાખોરોમાં અભી જીરાવાળા, દત્તો કચ્છીનાં નામો જાહેર થયા છે. જેની સાથે અન્ય ત્રણ અજાણ્યા હતા. પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર તેમના ઘર નજીક જ હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં પાસના આગેવાનો અને કાર્યકરોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા. અલ્પેશને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલ્પેશના ભાઇએ ભાડે આપેલા કેમેરાના ભાડા અંગે વિવાદ થતાં હુમલો કરાયો છે. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પાસના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે ટ્વિટ કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે.