રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (13:08 IST)

ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા તૈયારી

ગુજરાતમાં થોડા સમયથી ટ્રાફિકનાં નિયમોને કડક બનાવીને મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલ હેલ્મેટને પણ ફરીથી ફરજિયાત પણ બનાવી દેવામાં આવી છે. આ સાથે તમામ કાર ડ્રાઇવ કરનારા માટે સીટ બેલ્ટ તો ફરજિયાત છે. પરંતુ તેની સાથે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડની સાથે આઈપીસીની કલમ 279 હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલાં ભરવાની તૈયારી દાખવી છે. આ કાયદાનું પાલન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ અંગેની ઝુંબેશ પણ શરૂ કરશે. આ અંગે ટ્રાફિકનાં ડીસીપીના જણાવ્યા પ્રમાણે, 'ફોર વ્હીલર્સનાં અકસ્માતોમાં મોટાભાગનાં કિસ્સામાં ફ્રન્ટ પેસેન્જરે જ્યારે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તેને સૌથી વધુ ઈજા થતી હોય છે. એટલે આ રીતે પ્રવાસીની ઈજાની જવાબદારી પણ ડ્રાઈવ કરનારની જવાબદારી હોય છે. તે ન્યાયે હવે જો પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો ડ્રાઈવ કરનાર પર ગુનો નોંધવાનું શરૂ કરાશે.' જો ફ્રન્ટ પેસેન્જરે સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો બે નિયમો મુજબ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવશે. MV એક્ટ IPC 279 પ્રમાણે પહેલી વાર પકડાશો તો દંડ 500 રૂપિયા થશે જ્યારે બીજી વારમાં 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ સાથે આરોપી ડ્રાઈવરને છ માસ સુધીની કેદ અને 1000 દંડ પણ થઇ શકે છે.