ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (16:12 IST)

વડોદરા- અમદાવાદ એક્સપ્રેસવે મંથલી પાસની સ્કીમ છેતરામણી સાબિત થઈ

ટોલનાકા પાસે રહેતા નાગરીકોને ટોલટેક્સમાં રાહત મળે તેમાટે મંથલી પાસ આપવામાં આવે છે. જે પાસ 30 દિવસ નહી પરંતુ મહીનાના છેલ્લા દિવસની રાત્રીના 12 વાગ્યા સુધી માન્ય રહે છે. રાત્રે તારીખ બદલાઇ જતાં બીજા દિવસે માન્ય નહી રહે. કરજણ અને વાસદ ખાતે આવેલા ટોલ નાકા પાસે સ્થાનીક લોકો માટે મંથલી પાસ સિસ્ટમ કાર્યરત છે. ટોલનાકા થી 20 કિ.મિ. સુધીના વિસ્તારમાં રહેતા લોકો માટે આ સ્કીમ છે. પરંતુ અગાઉ આ પાસ મહીનો પુરો થાય ત્યાં સુધી ચાલતો હવે એક દિવસ ઓછો મળે છે. 1 તારીખી 31મી સુધી હોય છે. જો આગળના મહીનાની 1 તારીખ થઇ જાય તો પૈસા ચુકવવા પડશે. હાઇવે ઓથોરીટી દ્વારા વાસદથી અમદાવાદ જવાના રૂટ પર નેશનલ હાઇવે માટે સ્થાનીક રહીશો અંગે ડિસ્કાઉન્ટ સિસ્ટમ અમલી હતી જે 1 ફેબ્રુઆરીથી બંધ કરાઇ છે. વાસદથી અમદાવાદ રૂ. 60 અને ખેડાથી રૂ. 40નો ટોલ લેવાતો હતો જે બંધ કરાયો છે. હવે સ્થાનિક લોકોએ ફરજીયાત મંતલી પાસ કઢાવો પડશે. વડોદરા -અમદાવાદ એક્સપ્રેસવે પર મંથલી પાસ મળે છે. પરંતુ તે છેતરામણી છે. હાલ રીર્ટન માટે પણ ડિસ્કાઉન્ટ મળે છે. જ્યારે આ સ્કીમમાં 33 ટકા છુટ મળે છે. પરંતુ મહિનામાં 50 ટ્રીપ કરવી પડે. જો આ ટ્રીપ ન થાય તો તમારા પૈસા વધુ જાય. સાથે જો અડધા મહીને પણ જો આ સ્કીમ લે તો વાહન ધારકે બાકીના 15 દિવસમાં 50 ટ્રીપ પૂરી કરવી પડે છે.