સોમવાર, 22 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (13:27 IST)

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર સામે ભાજપના કાઉન્સિલરોએ બાંયો ચઢાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ  તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો હતો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારે હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો. એવું કહેવાય છેકે વેજલપુરના ભાજપના ધારાસભ્ય દિલીપ બગરીયા સાથે તેમને બબાલ થઈ હતી. ભાજપના સભ્યોનો રોષ જોઇને કમિશ્નર સહીતના અધિકારીઓ બેઠક અધૂરી મૂકીને જતા રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. સાથે જ સમગ્ર મામલો ભાજપના અગ્રણી નેતા, શહેર પ્રભારી તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ પાસે પહોંચ્યો છે અને કમિશ્નરની વહેલી તકે બદલી કરવાની પણ માંગ કરાઇ હોવાનુ જાણવા મળી રહ્યુ છે